30 July, 2007

~~~ લીલુંછમ્મ ~~~

હું ઉભી છું
નિતાંત પથ્થરોની વચ્ચે ઍકલી -
-અટૂલી।
આ પથ્થરો છે મારી સાથે
અને છે
સાથે પથ્થરની જેમ વાગતા તારા સ્મરણો,
અને મારી ઈચ્છા છે,
તારા આપેલા સ્મરણો ના ધાવો થી,
વહે મારાં માંથી થોડા જરણા,
થોડી નદીઓ, થોડા દરિયાઓ
અને થોડુ પાણી,
અને પછી આ બધા
પથ્થરો મા ઉગી
નીકળે લીલુંછમ્મ ઘાસ !

હું બસ ઉભી છું।

~~~ અર્થ શો? ~~~

સાચવવા પડે ઍ સંબધનો અર્થ શો?

સ્નેહ વગર ના સ્મિતનો અર્થ શો?

ચાસ પાડેલી ધરતી પર જળનો છંટકાવ ચાલશે

તૂટેલા હ્રદય પાસે સંગીતનો અર્થ શો?

તારી સાથે બદનામ થવાની મજા આવત

તારા વગરની કીર્તિ નો અર્થ શો?

જ઼ો તો, કેવા બદલાયા છે ચેહરાના રંગ, પણ

આંધળાને આયનો આપવાનો અર્થ શૉ?

જુકેલિ પાપણ નીચે ઍક આંખૂ વિશ્વ હોઈ શકે

પણ આ લજ્જા વગર ની 'લજ્જા' નો અર્થ શૉ?

~~~ શા માટે? ~~~

પ્રેમ નહોતો આપવો તો પાગલપણુ શા માટે?
ભરી ભીડમા, નરી ઍકલતામા , ખાલીપણુ શા માટે?

મને જોવા મળ્યા છે વૃક્ષો જેવા લીલાછમ્મ ચેહરા
પણ પછી હરીયાળીની પાછળ પાનખર શા માટે?

ઉદાસ આંખોમા આશાનુ જીવંત કિરણ ચમકે છે
દરેક આશાના અંતે નિરાશાનો વિરામ શા માટે?

મારા આ અધીરા હ્રદયને કેમ કરીને સમજાવુ હુ
મળવાનુ તો છે જ પણ વિરહની ક્ષણો શા માટે?

મને સમજવા છતાયે અજાણ રહેવુ તારુ
મારા થી આટલા દૂર રહીનેય તારુ મારી સમીપ રહેવુ શા માટે?

~~~ અસબાબ ~~~

હોઠ સુધી આવ્યા હોત તો ચાખીને કહેત કે
આંસુ નો સ્વાદ કેવો છે ?
તારા ન હોવા છતાયે મે અનુભવ્યો છે;
ઍ તારા હોવાનો આસ્વાદ કેવો છે?

તે કરી છે છલના મારી સાથે ; તારા કહેવા મુજબ
તારી આંખો મા મે તોયે દરિયો અનુભવ્યો છે
મૌન ની સાથે તારો આ વાદ કેવો છે?

મારી આસપાસ રચાયા છે તારા સ્મરણ થી મહેલ
ને ઍમા વળી તારા હોવા થી જાણે પારિજાત ની વેલ
બૉલ, મારો આ અસબાબ કેવો છે?

હોઠ સુધી આવ્યા હોત તો ચાખીને કહેત
કે આંસુ નો સ્વાદ કેવો છે ?

13 July, 2007

~~~ ત્રસ્ત ~~~

હુ છુ મારા મા મસ્ત
ઍટલે જ છુ ખુદ થી ત્રસ્ત

તારા વગર મને હવે
મારા હોવા નો યે ભાર
- ને તારા માટે જાણે
હુ સાત જનમ નો ભાર
થોડા મૌનને આપ વાચા,
અને કરી દે ઍ ભાર ને વિદ્વસ્ત।

રાત ને સળગાવતો રહ્યો દીવો
કે દીવાને સળગાવતી રહી રાત
-તારા વગર મને હવે
દરેક પળ લાગે જન્જાવાત
તારી ઉગે સવાર પહેલી અને
થાય ત્યારે સૂર્ય મારો અસ્ત।